ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. હેડક્વાર્ટર, રાજકોટ દ્વારા યુનિસેફ, અમદાવાદના સહયોગથી આગામી તા. ૨૩ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે પી.ડી.એમ. કોલેજ ખાતે એનેમિયા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
યુનિસેફ અમદાવાદની ટીમ દ્વારા આશરે ૭૦૦ જેટલા કેડેટ્સનેનું બ્લડ ચેકઅપ તેમજ એનિમિયા ટેસ્ટ કરવામાં આવશે. જરૂર જણાતા બાળકોને જરૂરી મેડિસિન પુરી પાડવામાં આવશે. કાર્યક્રમમાં એન.સી.સી. ના ઓફિસર્સ, જે.સી.ઓ. સહીત વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉપસ્થિત રહેશે તેમ કમાન્ડિંગ ઓફિસર કર્નલ રિતેશ ચંદ્ર સિંહની યાદીમાં જણાવ્યું છે.