દેશમાં વિવિધ શહેરોમાં નવા વર્ષની ઉજવણી ઘામધૂમથી ઉજવવામાં આવી છે. દિલ્હી, નાગપુર, રાયપુર, ભોપાલ, તિરુવનંતપુરમમાં યુવાઓ હિલોળે ચડ્યા હતાં. વિવિધ ડાન્સ પાર્ટી, ધમાલ સાથે ઉજવણી કરવામાં આવી છે. નવા વર્ષને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેરમાં અનેક પાર્ટી પ્લોટ પર વેલકમ 2024 અને બાયબાય 2023 માટે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજકોટમાં જલસા નાઈટ 2023નું આયોજન શુભ આરંભ પાર્ટી લોન ખાતે કરાયું હતુ. જેમાં યુવાઓ હિલોળે ચડ્યા હતાં. વિવિધ ડાન્સ પાર્ટી, ધમાલ સાથે ઉજવણીની સાથે સાથે રાજકોટીયન્સમાં નવા વર્ષને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એસજી હાઈવે, કાંકરિયા તેમજ સીજી રોડ પર કોઈ અઘનીય ઘટના ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમજ નવા વર્ષની ઉજવણીમાં ફટાકડા પણ ફોડાતા હોય છે. જેને લઈ લોકોમાં નાસભાગ આગ લાગવાના અને દાઝવાના બનાવ બનવાની પણ શક્યતા રહેલી હોય છે. આવા બનાવો રોકવા માટે સંવેદનશીલ પોઈન્ટો ઉપર બંદોબસ્ત ગોઠવી સઘન પેટ્રોલિંગ પણ કરાઈ તેવી વ્યવસ્થા ગોઠવાઇ હતી. તો બીજી તરફ દારૂ ઢીંચીને ડી.જે.પાર્ટીમાં આવેલા લોકો પર નજર રાખવા તેમજ ચેકિંગ માટે પણ પોલીસ દ્વારા વિવધ સ્થળો પર ચેકિંગ કરવામાં આવ્યું હતુ.
વર્ષ 2023ને આવકારવા માટે વિશ્વભરમાં અનેક જગ્યાએ ઉજવણીઓ થઈ રહી છે અને આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હોંગકોંગ ટોકીયો અને થાઈલેન્ડમાં પણ નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. બદલાતા વર્ષને સત્કારવા માટે ઉજવણીનો થનગનાટ રહ્યો છે. 2024ની ધમાકેદાર ઉજવણી પણ શરૂ થઈ છે…વેલકમ 2024નો ઉત્સાહ-ઉમંગ પ્રવર્તી રહ્યો છે. 2023ને બાયબાય કરીને 2024નું રંગારંગ-ઝાકઝમાળભર્યુ સ્વાગત કરવા માટે તમામ દેશોમાં જોરશોરપૂર્વકની તૈયારી કરવામાં આવી છે.