જો તમે પણ ડિજિટલ પેમેન્ટ કરો છો, તો યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) થી સંબંધિત નવા ફેરફારોને ચેક કરવાનું મહત્વપૂર્ણ બની જાય છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે UPI સંબંધિત નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે. આ સાથે કેટલાક નિયમો હજુ પ્રાયોગીક તબક્કામાં છે, આ નિયમો સાથે ચુકવણીની રીત ઘણી હદ સુધી બદલાઈ જશે.
જો તમે પણ ડિજિટલ પેમેન્ટ કરો છો, તો યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) થી સંબંધિત નવા ફેરફારોને તપાસવું મહત્વપૂર્ણ બની જાય છે.
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે UPI સંબંધિત નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે. આ સાથે કેટલાક નિયમો હજુ પ્રાયોગિક તબક્કામાં છે. આ નિયમો સાથે ચુકવણીની રીત ઘણી હદ સુધી બદલાઈ જશે.
UPI ટ્રાન્જેક્શન લિમિટ
હોસ્પિટલો અને શિક્ષણ સંબંધિત પેમેન્ટ માટે ટ્રાન્ઝેક્શન મર્યાદા હવે વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. વાસ્તવમાં પહેલા UPI સાથે પેમેન્ટ કરવાની આ મર્યાદા 1 લાખ રૂપિયા હતી. યુપીઆઈના વધતા ઉપયોગથી, અમુક ક્ષેત્રો સાથે સંબંધિત વ્યવહારો હવે પહેલા કરતા વધુ સરળ બનશે.
સેકન્ડરી માર્કેટ માટે UPI
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ સેકન્ડરી માર્કેટ માટે UPI રજૂ કર્યું છે. તે હાલમાં બીટા તબક્કામાં છે. આનો અર્થ એ છે કે માત્ર થોડા પાઇલટ ગ્રાહકોને પોસ્ટ ટ્રેડ કન્ફર્મેશન પછી ફંડ બ્લોક કરવાની સુવિધા મળી રહી છે. આ નવી સુવિધા સાથે, ક્લિયરિંગ કોર્પોરેશન દ્વારા T1 ધોરણે ચૂકવણીની પતાવટ કરી શકાય છે.