મુંબઈમાં ભરદિવસે 16 રાઉન્ડ ફાયરિંગમાં એકનું મોત

મુંબઈમાં દિવસે ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ ગોળીબાર ચુનાભટ્ટી પોલીસ સ્ટેશનની હદમાં આઝાદ ગલી અને વીએન પૂર્વ માર્ગ પર થયો હતો. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનામાં અન્ય ત્રણ ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સારવાર માટે સાયનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રારંભિક માહિતી અનુસાર ગોળી મારનારા લોકોમાંથી એકનું નામ પપ્પુ યેરુનકર છે.

ફાયરિંગનું કારણ શું છે?

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ફાયરિંગ પરસ્પર દુશ્મનાવટના કારણે કરવામાં આવ્યું હતું. હુમલાખોરોની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી છે અને તેમને શોધવા માટે નવ ટીમો બનાવવામાં આવી છે. હવે પોલીસે આરોપીઓને શોધવા માટે નવ ટીમો બનાવી છે, તેઓની ધરપકડ કરવામાં તેઓ સફળ થાય છે કે કેમ તે ટૂંક સમયમાં જ ખબર પડશે. છેલ્લા કેટલાક મહિનામાં મુંબઈમાં ઓપન ફાયરિંગનો આ એક મોટો મામલો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની માહિતી મેળવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *