બાયપાસ સર્જરીના સારવાર ખર્ચની રકમ 6 ટકા ચડત વ્યાજ સાથે ચુકવવાનો વીમા કંપનીને હુકમ

યુનાઈટેડ ઈન્સ્યોરન્સ કંપની વિરૂધ્ધ રાજકોટના રહેવાસી પરેશભાઈ દાવડા ફેમેલી મેડીકેર પોલીસી ૨૦૧૪ અંર્તગત વિમા કંપની ધ્વારા મેડીકલેઈમની પુરેપુરી રકમ ન ચુકવતા રાજકોટ મહે. ગ્રાહક સુરક્ષા ફોરમમાં દાખલ કરવામા આવેલ હતી. જે ફરીયાદના આધારે ફરીયાદી ને કપાત કરેલ રકમ ૬ ટકા વ્યાજ સાથે ચુકવાનો હુકમ કરેલ હતો.

રાજકોટમાં રહેતા ફરીયાદીએ પરેશભાઈ દાવડાએ યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીની ફેમેલી મેડીકેર પોલીસી ૨૦૧૪ થી જે ૧૦૦ ટકા મેડીકલ રીસ્ક કવરની વિમા પોલીસી લીધેલ હતી. ફરીયાદીને હદયની અમુક નળીઓ સુકાઈ ગયેલ હોય જેથી બાયપાસ સર્જરી કરાવવાનું જણાવતા ફરીયાદી ધ્વારા અમદાવાદ ખાતે આવેલ એપીક હોસ્પીટલમાં ડો. અનિલ જૈન પાસે બાયપાસ સર્જરી કરાવેલ હતી. જેમાં વિમા કંપનીએ પોતાની મનસુફી તથા જુદા જુદા કારણો ઉભા કરી રૂ. ૧,૫૦,૦૦૦ ચુકવેલ ન હતા.

જે અંગે ફરીયાદીએ વકીલ શુભમ દાવડા મારફત ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં વકીલે રજુઆત કરેલ કે, વિમા કંપની સરકાર તેમજ ઈરડાની ગાળડલાઈન્સ મુજબ વિમા પોલીસી ઈસ્યુ કરવાની કામગીરી કરે છે અને વિમેદારને, મેડીકલેઈમ હેલ્થ પોલીસી ઈસ્યુ કરવા માટે સરકારના નિયમો અનુસાર વિમેદારને ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થવાનો પ્રસંગ બને તો તમામ મેડીકલ ખર્ચ ચુકવવા પાત્ર બને છે. તેમ છતાં મેડીકલેઈમની પુરેપુરી રકમ ચુકવેલ ન હતી. રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ આયોગ ધ્વારા ઠરાવેલ કે, વિમા કંપની ઘ્વારા કત્ય એ સ્પષ્ટ રીતે અયોગ્ય વેપાર નીતિ-રીતી અને એકટની કલમ ૨(૪૬)(૬) અન્વયે ખોટુ, ભુલ-ભરેલું, ગેરકાયદેસરનું અને બદઈરાદા સાથે હોવાનુ જણાય છે. જેથી ફરીયાદીની કપાત કરેલ કલેઈમની રકમ રૂ.૧.૫૦ લાખ ૬ ટકા ચડત વ્યાજ સાથે તથા ફરીયાદ ખર્ચ રકમ રૂ.૫૦૦૦ ચુકવવાનો આદેશ કરેલ હતો. આ કેસમાં ફરીયાદી પરેશભાઈ દાવડા વતી બાલાજી એસોસીએટસના એડવોકેટ શુભમ પી. દાવડા તથા મિહીર પી. દાવડા રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *