રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદનું આયોજન ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાના ખેડૂત ભાઈઓ, સખી મંડળની બહેનો, શાળાના શિક્ષકો અને યોગ શિક્ષકોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ અને જાણકારી મળી રહે તેવા હેતુથી કરવામાં આવ્યું હતું.
આ ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’માં રાજ્યપાલશ્રીએ સંબોધનને બદલે ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે વિશદ્ સમજ આપી હતી. આ વેળાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જૂથો, એફપીઓ તથા મોડલ ફાર્મના ૧૦ જેટલા સ્ટોલની રાજ્યપાલશ્રીએ પ્રત્યક્ષ મુલાકાત લઈ અને પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશેની જાણકારી મેળવી હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતુ કે, યે જો પ્રાકૃતિક ખેતી કરને વાલે આપકે બીચ કે ભાઈ ખેડૂત હૈ, મુજે જો જાનકારી મીલી હૈ, લગભગ 20 હજાર ખેડૂત ગીરસોમનાથ જિલ્લે મેં અલગ અલગ ભાગો મેં પ્રાકૃતિક ખેતી કરતે હૈ, આપ ઈનકે ખેતો મેં જાઓ, ઈનસે મિલો, સમજ કર કે ઈસ ખેતી કો કરના શુરુ કરો, ઈસ સે ભાઈ ઓર બહેનો પર્યાવરણ ભી બચેગા, પચાસ પ્રતિશત પાની કમ લગેગા, ધરતી આપ કી ઉપજાઉ બન જાયેગી, ખર્ચા આપકા શુન્ય કે બરાબર હો જાએગા, ઉત્પાદન આપકા ઘટેગા નહીં, ગૌ માતા ભી ઇસસે બચેગી ઓર દેશ કા પૈસા ભી બહાર જાને સે બચેગા.