Oscar Awards 2024: ઓસ્કાર વિજેતાઓ સાથે જોડાયેલી આ રસપ્રદ વાત, જેમણે માત્ર 10 વર્ષની ઉંમરે એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો 

વિશ્વના પ્રતિષ્ઠિત એવોર્ડ શો ઓસ્કાર પર સૌની નજર છે. આ એવોર્ડ અન્ય તમામ એવોર્ડ શોની સરખામણીમાં ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઓસ્કાર એવોર્ડ શો 10 માર્ચે લોસ એન્જલસમાં યોજાયો. જ્યારે ભારતમાં તે 11મીએ જોવા મળી શકે છે. આનદરમિયાન અમે ઓસ્કાર જીતનાર સૌથી યુવા વિજેતાઓ વિશે વાત કરીશું.

ઓસ્કાર એવોર્ડએ મનોરંજનની દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. આ પુરસ્કાર આપવાની શરૂઆત મે 1929માં થઈ હતી, ત્યારબાદ આ વર્ષે 96મા ઓસ્કાર એવોર્ડની જાહેરાત કરવામાં આવશે. આવી સ્થિતિમાં સમગ્ર વિશ્વની નજર 96માં એકેડેમી એવોર્ડ પર ટકેલી છે. આ એવોર્ડ શો 10 માર્ચે લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો. તેનું લાઈવ ટેલિકાસ્ટ ભારતમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર 11 માર્ચે સવારે 4-5 વાગ્યાની વચ્ચે શરૂ થશે.

બેસ્ટ એક્ટરથી લઈને બેસ્ટ ડાયરેક્ટર સુધીની વિવિધ કેટેગરીમાં ઘણા નોમિનેશન થયા છે. સોશિયલ મીડિયા પર ઓસ્કાર એવોર્ડના ધમાસાણ વચ્ચે અમે આ એવોર્ડ જીતનાર સૌથી યુવા લોકો વિશે વાત કરીશું. આ યાદીમાં એવા યુવાનો અને બાળકોનો સમાવેશ થાય છે જેમણે ઇતિહાસ રચ્યો અને એકેડેમી એવોર્ડ જીત્યા છે..

સૌથી યુવા દિગ્દર્શક

ઓસ્કાર એવોર્ડના ઈતિહાસમાં દિગ્દર્શકનો એવોર્ડ મેળવનાર સૌથી યુવા વ્યક્તિનું નામ ડેમિયન ચેઝેલ છે. જ્યારે તેમને આ એવોર્ડ મળ્યો ત્યારે તેઓ માત્ર 32 વર્ષના હતા. ડેમિયનને ફિલ્મ ‘લા લા લેન્ડ’ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.

સૌથી યુવા અભિનેતા

એડ્રિયન બ્રોડી, જેમણે નોમિનેશનમાં તેમના કરતાં મોટી ઉંમરના અને વધુ અનુભવી લોકો સાથે સ્પર્ધા કરી હતી, તે અત્યાર સુધીનો ઓસ્કાર જીતનાર સૌથી યુવા અભિનેતા છે. તેમને આ એવોર્ડ વર્ષ 2002માં ‘ધ પિયાનીસ્ટ’ માટે મળ્યો હતો. એવોર્ડના સમયે એડ્રિયનની ઉંમર 29 વર્ષની હતી.

સૌથી નાની અભિનેત્રી

માર્લી મેટલિનનું નામ ઓસ્કાર એવોર્ડ માટે સૌથી યુવા અભિનેત્રીઓની યાદીમાં દેખાય છે, જેમણે માત્ર 21 વર્ષની ઉંમરે આ એવોર્ડ જીત્યો હતો. માર્લીને આ ઓસ્કાર ‘ચિલ્ડ્રન ઓફ અ લેસર ગોડ’ માટે મળ્યો હતો. માર્લીએ આટલી નાની ઉંમરે આ એવોર્ડ જીતીને માત્ર ઈતિહાસ જ રચ્યો નથી, પરંતુ તે ઓસ્કાર મેળવનાર પ્રથમ ડેફ વ્યક્તિ પણ છે.

યુવા સહાયક અભિનેતા

અમેરિકન અભિનેતા ટિમોથી હટન શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ જીતનાર ઓસ્કાર વિજેતાઓના ઇતિહાસમાં સૌથી યુવા અભિનેતા છે. તેમને આ એવોર્ડ 1980માં 20 વર્ષની ઉંમરે ફિલ્મ ‘ઓર્ડિનરી પીપલ’ માટે મળ્યો હતો.

યુવા સહાયક અભિનેત્રી

ઓસ્કાર એવોર્ડ જીતનાર સૌથી નાની ઉંમરના વ્યક્તિના નામમાં તે સમયે માત્ર 10 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિનું નામ પણ સામેલ છે. અભિનેત્રી Tatum O’Neal એ 10 વર્ષની ઉંમરે પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો. તેને આ એવોર્ડ ફિલ્મ ‘પેપર મૂન’ માટે મળ્યો હતો. જો કે, આ પછી, તેની અન્ય કોઈ પણ ફિલ્મ પેપર મૂન જેટલી સફળ રહી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *