લોકોને રાહત આપતા લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઘટેલી કિંમતો શુક્રવારે સવારે 6 વાગ્યાથી દેશભરમાં લાગુ થશે.
લોકોને રાહત આપતા લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઘટેલી કિંમતો શુક્રવારે સવારે 6 વાગ્યાથી દેશભરમાં લાગુ થશે.

કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરી કહ્યું હતુ કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું કે કરોડો ભારતીયો અને તેમના પરિવારોનું કલ્યાણ અને સુવિધા હંમેશા તેમનું લક્ષ્ય છે.
તેમણે કહ્યું કે જ્યારે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વિકસિત અને વિકાસશીલ દેશોમાં પેટ્રોલના ભાવમાં 50-72 ટકાનો વધારો થયો હતો અને આપણી આસપાસના ઘણા દેશોમાં હવે પેટ્રોલ ઉપલબ્ધ નથી. 50 વર્ષમાં સૌથી મોટી તેલ કટોકટી હોવા છતાં, પીએમ મોદીના દૂરંદેશી અને સાહજિક નેતૃત્વને કારણે મોદીના પરિવારને કોઈ અસર થઈ નથી.