લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ઈંધણના ભાવ ઘટાડાની ભેટ આપી શકે છે. સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6થી 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે તેવું પણ સૂત્રોએ કહ્યું હતું.
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા અંગે હજુ સત્તાવાર પુષ્ટિની થઈ નથી પરંતુ સૂત્રોએ દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં આશરે 6 રૂપિયા પ્રતિ લિટરના જંગી કાપ પર વિચાર કરી રહી છે. આ મોટી જાહેરાત 31 ડિસેમ્બર પહેલા થઈ શકે છે આ પ્રસ્તાવને હજુ સુધી વડાપ્રધાનની મંજૂરી મળવાની બાકી છે.