સૈયદ મોદી ઈન્ડિયા ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ એચએસબીસી વર્લ્ડ ટૂર સુપર 300 માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ ચેમ્પિયનશિપની મેચો 28મી નવેમ્બરથી 3જી ડિસેમ્બર સુધી ગોમતી નગર સ્થિત, બાબુ બનારસી દાસ બેડમિન્ટન એકેડમીમાં રમાશે. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (બીએઆઈ) ના નેજા હેઠળ ઉત્તર પ્રદેશ બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત આ ચેમ્પિયનશિપમાં, ખેલાડીઓમાં 2,10,000 અમેરિકી ડોલરની કુલ ઈનામી રકમનું, વિતરણ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશ બેડમિન્ટન એસોસિએશનના અધ્યક્ષ વિરાજ સાગર દાસ અને પ્રમુખ ડૉ. નવનીત સહગલના જણાવ્યા અનુસાર, એચએસબીસી વર્લ્ડ ટૂર સુપર 300 તરીકે યોજાનારી આ ચેમ્પિયનશિપમાં 28 નવેમ્બરે ક્વોલિફાઇંગ મેચો રમાશે. મુખ્ય ડ્રો મેચો તે જ દિવસે સાંજે 4 વાગ્યે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં દર્શકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે.
તમામ ઇવેન્ટમાં આઠ ક્વોલિફાઇંગ મેચો રમાશે. તેમણે જણાવ્યું કે,’ આ ચેમ્પિયનશિપમાં 18 દેશોના 250 ખેલાડીઓ પોતાનો પડકાર રજૂ કરશે. જેમાં ભારત, ચીન, જાપાન, મલેશિયા, ડેનમાર્ક, તાઈવાન, થાઈલેન્ડ, જર્મની, ઈંગ્લેન્ડ, ઈન્ડોનેશિયા, સિંગાપોર, ઈઝરાયેલ, કઝાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, શ્રીલંકા, પોલેન્ડ, ઈરાન વગેરે દેશોના ખેલાડીઓ સામેલ છે. આ ખેલાડીઓમાં ઘણા ટોચના ક્રમાંકિત ખેલાડીઓ પણ પડકાર રજૂ કરશે. આ ચેમ્પિયનશિપની સેમી ફાઈનલ અને ફાઈનલ મેચોનું દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.’
ચેમ્પિયનશિપની મુખ્ય ડ્રો મેચોમાં, ભારતનો એચએસ પ્રણય -વિશ્વ 8મો ક્રમાંકિત અને લક્ષ્ય સેન -વિશ્વ 17મો ક્રમાંકિત પુરુષ સિંગલ્સમાં પડકાર આપશે. ખેલાડીઓ માટે કે.ડી.સિંઘ બાબુ સ્ટેડિયમ અને ગોમતીનગર વિજયંત ખંડ સ્ટેડિયમ સ્થિત બેડમિન્ટન કોર્ટમાં પ્રેક્ટિસની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ઉત્તર પ્રદેશ બેડમિન્ટન એસોસિએશનના સચિવ સુધર્મા સિંહે જણાવ્યું કે,” ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 28 નવેમ્બરે સવારે 10 વાગ્યે કરશે.” આ અવસરે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને ઉત્તર પ્રદેશના રમતગમત રાજ્ય મંત્રી – સ્વતંત્ર પ્રભારી ગિરીશ ચંદ્ર યાદવ ખાસ અતિથિ તરીકે રહેશે.
ચેમ્પિયનશિપમાં મુખ્ય રેફરી બીડ્બ્લ્યુંએફ તરફથી સ્લોવેનિયાના જોસેફ કુપ્રિવેક હશે અને આસિસ્ટન્ટ રેફરી એસ્ટોનિયાના એસ્ટોવિજા લુજમોઈ હશે. તેણે જણાવ્યું કે,’ આ ચેમ્પિયનશિપની ક્વોલિફાઈંગ મેચોમાં ઉત્તર પ્રદેશની સમૃદ્ધિ સિંહ, સોનાલી સિંહ, આયુષ અગ્રવાલ, શ્રુતિ મિશ્રા પડકાર રજૂ કરશે.’