આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે UAEનાં પ્રથમ હિંદૂ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું. હજારો હિંદૂભક્તોની ભીડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા મંદિર તરફ ઊમટી હતી. મહત્વનું છે કે UAE સરકારે 27 એકર જમીન આ મંદિરનાં નિર્માણ માટે દાનમાં આપી છે.
પીએમ મોદીએ અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં ભાગ લેનારા ભારતીય મૂળના લોકોને ‘નમસ્કાર’ કહીને શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની બે દિવસીય મુલાકાતે છે. અહીં અબુધાબીમાં તેમણે 27 એકરમાં ફેલાયેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ મંદિરમાં હાજર મૂર્તિઓની પૂજા કરી હતી.
આ મંદિરનું નિર્માણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS દ્વારા કરવામાં આવ્યું છે. મંદિરના નિર્માણ પાછળ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મોદી 13 જાન્યુઆરીએ અબુધાબી પહોંચ્યા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી.
અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સંવાદિતા, સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે. બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થાએ પોતાની અદભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મંદિર નિર્માણ કર્યું છે. આજે સવારે વિધિવત ધોરણે આ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઊજવાયો હતો.