વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે લોકોનો જુસ્સો દેશમાં જ નહીં વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે. UAEમાં યોજાનાર અહલન મોદી કાર્યક્રમ માટે કરાયેલા રજિસ્ટ્રેશન પરથી આ સ્પષ્ટપણે જોવા મળે છે. આ કાર્યક્રમ માટે 65 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
UAEની તેમની મુલાકાત દરમિયાન PM મોદી 13 ફેબ્રુઆરીએ અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે. પીએમ મોદી માટે લોકોનો ક્રેઝ દેશમાં જ નહીં વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે. UAEમાં યોજાનાર અહલન મોદી કાર્યક્રમ માટે કરાયેલા રજિસ્ટ્રેશન પરથી આ સ્પષ્ટપણે જોવા મળે છે. આ કાર્યક્રમ માટે 65 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારથી શરૂ થનારી તેમની મુલાકાત દરમિયાન UAE અને કતારમાં ભારતીય ડાયસ્પોરા સાથે ભારતના ઊંડા જોડાણને મજબૂત બનાવશે. UAEમાં પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. આ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન 14 ફેબ્રુઆરીએ કરશે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે મંદિરનું ઉદ્ઘાટન પીએમની UAE મુલાકાતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે દિવસે લગભગ 2000-5000 ભક્તો મંદિરની મુલાકાત લે તેવી અપેક્ષા છે.