ટીમ ઈન્ડિયા ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ જીતી શકી નથી. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભારતની હાર પર પ્રતિક્રિયા આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (19 નવેમ્બર) ગુજરાતના અમદાવાદમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની હાર પર પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, “પ્રિય ટીમ ઈન્ડિયા, વર્લ્ડ કપ દરમિયાન તમારી પ્રતિભા અને દૃઢ નિશ્ચય અદ્ભુત હતી. તમે ખૂબ જ ભાવના સાથે રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું. અમે આજે અને હંમેશા તમારી સાથે છીએ.
PM મોદીએ ઓસ્ટ્રેલિયાને શુભેચ્છા પાઠવી
પીએમ મોદીએ વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમને લઈને પણ એક પોસ્ટ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયન ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ લખ્યું, “વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત બદલ અભિનંદન! સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તમારૂ પ્રદર્શન પ્રશંસનીય હતું, જે શાનદાર વિજયમાં પરિણમ્યું હતું. ટ્રેવિસ હેડને આજે તેના નોંધપાત્ર ઈનિંગ બદલ અભિનંદન.