કુતિયાણા તાલુકાની શાળાઓ અને કોલેજ ખાતે અભ્યાસ કરતી બાળકીઓ અને વિદ્યાર્થીનીઓને શાળા અને કોલેજમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ જાતીય સતામણી કે છેડતી કે હેરાનગતિ થતી હોય તેવા બનાવો અટકાવવા અને કડક કાર્યવાહી કરવા માટે કુતિયાણા પોલીસ દ્વારા શાળાઓ અને કોલેજ ખાતે “પોલીસ ફરિયાદ પેટી’લગાવવામાં આવી અને મળેલ ફરિયાદો અંગે કુતિયાણા પોલીસ દ્વારા સાપ્તાહિક સમીક્ષા કરવામાં આવશે.
પોરબંદર જિલ્લામાં બાળકીઓ અને યુવતિઓની સુરક્ષા માટે પોલીસ હંમેશા તત્પર રહે છે. તાજેતરમાં જ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાની પોલીસ દ્વારા એક નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે જેમાં શાળાઓ અને કોલેજ ખાતે પોલીસ ફરિયાદ પેટી મુકી દેવાઇ છે. જેના કારણે હવે આગામી દિવસોમાં વિદ્યાર્થીનીઓને શાળા અને કોલેજમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ જાતીય સતામણી કે છેડતી કે હેરાનગતિ થતી હોય તેવા બનાવો અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.