નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મળ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ટંકારા પધારવાનું આમંત્રણ પાઠવ્યું હતું. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા. ૧૯ મી સદીના મહાન સંત, મહિલા શિક્ષણ અને વંચિતો – શોષિતોના ઉદ્ધાર માટે ઐતિહાસિક પહેલ કરનાર ભારતીય નવજાગરણના પ્રણેતા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતીના અવસરે સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ શૃંખલામાં ગુજરાતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ ટંકારામાં તા. ૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન યોજાનારા મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાનું રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂને નિમંત્રણ પાઠવ્યું હતું. 

ગુજરાતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ ટંકારામાં તા. ૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાનું રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂને નિમંત્રણ પાઠવ્યું હતું. આ અવસરે આર્ય સમાજના વિભિન્ન સંગઠ્ઠનોના વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *