આજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત સંત સમુદાય અને ખૂબ જ ખાસ લોકોની હાજરીમાં રામલલાના શ્રીવિગ્રહનો અભિષેક પૂર્ણ થયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રામ મંદિરના અભિષેકની ઉજવણી માટે પીએમ આવાસ પર દીવા પ્રગટાવ્યા હતા. PM એ ભગવાન રામની પ્રતિમા આગળ દીપ પ્રગટાવી ઉજવણી કરી છે. પીએમના આવાસમાં ભગવાન રામની નવી તસવીર લગાવવામાં આવી છે.
આજે 500 વર્ષની તપસ્યા પૂર્ણ થઈ ગઈ છે. ભગવાન શ્રી રામ અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત સંત સમુદાય અને ખૂબ જ ખાસ લોકોની હાજરીમાં રામલલાના શ્રીવિગ્રહનો અભિષેક પૂર્ણ થયો છે. વ