વડાપ્રધાન મોદી આજે એટલે કે શનિવારે અરૂણાચલ પ્રદેશના તવાંગમાં 13000 ફૂટની ઉંચાઈ પર બનેલી દુનિયાની સૌથી લાંબી સુરંગનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદી સેલા સુરંગ રાષ્ટ્રને સમર્પિત કરી છે. આ સુરંગ તવાંગને દરેક પ્રકારના વાતાવરણમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેનાથી ચીન બોર્ડરનું અંતર 10 કિલોમીટર સુધી ઘટી જશે. વડાપ્રધાને આ સુરંગની આધારશિલા ફેબ્રુઆરી 2019માં રાખી હતી.
તમને જણાવી દઈએ કે 13000 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવેલી દુનિયાની સૌથી લાંબી બે લેનની સુરંગ છે. તેને બનાવવામાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટનલ પર બરફવર્ષાની કોઈ અસર નહીં થાય. આ પરિયોજના ના માત્ર વિસ્તારમાં ઝડપ અને વધારે કુશળ પરિવહન માર્ગ પ્રદાન કરશે અને દેશ માટે પણ રણનીતિક મહત્વની છે.
ચીનને અડીને આવેલા અરુણાચલ પ્રદેશમાં આ ટનલ સૈનિકોને તવાંગ સેક્ટરના આગળના વિસ્તારોમાં ઝડપથી પહોંચવામાં મદદ કરવામાં ગેમ ચેન્જર સાબિત થશે. આ ટનલ LAC પર ભારતીય સેનાની ક્ષમતાઓને વધારશે. આનાથી ભારતીય સેના અને હથિયારોની અવરજવરમાં સરળતા રહેશે. આ ઉપરાંત સુરક્ષાની સાથે આ વિસ્તારનો આર્થિક વિકાસ પણ થશે. તે લગભગ 825 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.
13000 ફૂટની ઉંચાઈ પર દુનિયાની સૌથી લાંબી સુરંગ
સેલા ટનલ પ્રોજેક્ટમાં બે સુરંગ સામેલ છે. પ્રથમ 980 મીટર લાંબી સુરંગ જે સિંગલ ટ્યૂબ ટનલ છે. બીજી 1555 મીટર લાંબી સુરંગ જે ટ્વિન ટ્યૂબ ટનલ છે. 13000 ફૂટથી વધારેની ઉંચાઈ પર બનાવવામાં આવેલી દુનિયાની સૌથી લાંબી સુરંગોમાંથી એક છે. તેનું નિર્માણ કરવામાં નવી ઑસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં ઉચ્ચતમ ધોરણોની સલામતી સુવિધાઓ શામેલ છે.