પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્વાલિયરમાં સિંધિયા સ્કૂલના 125મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોંચી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંધિયા સ્કૂલના 125મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી  આપશે.સિંધિયા સ્કૂલના પ્રિન્સિપાલ અજય સિંહે માહિતી આપી હતી કે શનિવારે સાંજે લગભગ 5 વાગ્યે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસ સમારોહનું આયોજન કરવામાં આવશે. 

પ્રધાનમંત્રી લગભગ 2 કલાક શાળા પરિસરમાં રહેશે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાળા કેમ્પસમાં એક પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓની નવીનતાઓ જોશે. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં શાળાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવશે. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, જ્યોતિરાદિત્ય સિંધિયા અને જિતેન્દ્ર સિંહ સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ગ્વાલિયરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજેશ સિંહ ચંદેલે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે લગભગ 3000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *