વડાપ્રધાનના રાજકોટ સર્કીટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ અન્વયે સંબંધિત 4 રસ્તાઓ પર વાહન ચાલકોને અવરજવર કરવા પ્રતિબંધ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૨૫/૦૨/૨૪ના રોજ રાજકોટ શહેર ખાતે પધારનાર છે ત્યારે તા.૨૫/૦૨/૨૪ થી તા.૨૬/૦૨/૨૪ના સર્કિટ હાઉસ ખાતે તેમનું રાત્રિ રોકાણ થનાર હોવાથી કોઇ પણ પ્રકારની ટ્રાફિક સમસ્યા સર્જાય નહી, તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તથા વાહન-ચાલકોને ટ્રાફિક અવરોધ ન થાય, તે હેતુસર રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ દ્વારા સંબધિત રસ્તાઓ ઉપર અવર જવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે.

તા.૨૫/૦૨/૨૪ના રોજ બપોર પછી ૦૪.૦૦ કલાક થી તા. ૨૬/૦૨/૨૪ના રોજ વડાપ્રધાનશ્રી રવાના ન થાય ત્યાં સુધી ચાણક્ય બિલ્ડીંગ / ICICI બેન્કથી સર્કિટ હાઉસથી કુલછાબ ચોક, ગેલેક્સી ૧૨-માળ બિલ્ડીંગથી સર્કિટ હાઉસ સુધીનો આકાશવાણી મેઈન રોડ, સદર બજાર પોલીસ ચોકીથી એસ.કે.વેલ્ડીંગ તથા ખોડીયાર હોટલ તરફ આવતા તમામ રસ્તાઓ, કાશી વિશ્વનાથ મેઈનરોડ તરફથી પ્ર.નગર પોલીસ સ્ટેશન મેઈન રોડ તરફ આવતા તમામ રસ્તાઓ, એસ.કે.વેલ્ડીંગથી પ્ર.નગર પોલીસ સ્ટેશનથી ધરમ સિનેમા(આર. વર્લ્ડ)થી ચાણક્ય બિલ્ડીંગ / ICICI બેન્ક સુધીનો રસ્તા ઉપર વડાપ્રધાનશ્રીના કોન્વોય સાથે જોડાયેલ તથા સરકારી વાહનો સિવાય તમામ પ્રકારના વાહનો માટે (માન,) “પ્રવેશ બંધ” અને “નો-પાર્કિંગ” જાહેર કરવામાં આવે છે.

જેના વૈકલ્પિક રસ્તા રૂપે જામટાવર ચોક તરફથી આવતા વાહનો ધરમ સિનેમાથી ચૌધરી હાઈસ્કૂલ તરફથી ભાવેશ મેડીકલ, જ્યુબિલી ચોક તરફ તથા સદર બજાર ચોક તરફ જઈ શકશે. જ્યુબિલી તથા સદર બજાર ચોકથી જામટાવર તરફ જતા વાહનો ચૌધરી હાઈસ્કૂલથી ધરમ સિનેમા થઈને જઈ શકશે. સદર બજારથી ફૂલછાબ ચોક તરફ જવા માંગતા વાહનો સદર બજાર પોલીસ ચોકીથી ડાબી બાજુ (ડૉ. ભપલના દવાખાનાવાળી શેરી)માંથી જઈ શકશે.

આ આદેશો સભામાં આવનાર અને કોન્વોય સાથે જોડાયેલ તથા સરકારી વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલક શિક્ષાને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *