રાજકોટના કલાકારે અયોધ્યામાં રંગોળી બનાવી છે. જેમાં પ્રદીપ વેએ અયોધ્યામાં પાણી પર રંગોળી બનાવી છે. રામલલ્લા અને અયોધ્યા મંદિરની રંગોળી બનાવી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. ત્યારે રાજકોટના રંગોળી કલાકારે અયોધ્યા ખાતે ભવ્ય રંગોળી બનાવી છે.પાણીની અંદર ભગવાન શ્રી રામ અને અયોધ્યા મંદિરના ચિત્રો બનાવ્યા છે.
અયોધ્યા ખાતે રંગોળી કલાકાર પ્રદીપ દવે દ્વારા અલગ અલગ રંગોળી બનાવવામાં આવી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે કલાકારો અયોધ્યામાં છે. 22 જાન્યુઆરી 2024ની તારીખ અયોધ્યામાં ઇતિહાસના પાનામાં નોંધાઈ જ્વાની છે. આ દિવસે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આવી સ્થિતિમાં તમામ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 22 જાન્યુઆરીએ દેશમાં પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવામાં આવશે. ઘરોના દરવાજાને રંગોળીથી શણગારવામાં આવશે અને કરોડો લોકો ધ્વિંસ દરમિયાન મંદિરોમાં એકસાથે બેસીને રામજન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિહાળશે. આ માટે દેશભરના દરેક ઘર અને વિસ્તારના લોકોને જોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.