રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસે નકલી પોલીસ મેનને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તરીકેની ઓળખ આપી લૂંટ ચલાવનારને પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તરીકેની ઓળખ આપી લૂંટ ચલાવનારને પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યો છે. તેને રિક્ષામાં બેસેલા પેસેન્જર પાસેથી રૂ.8000 ની લૂંટ ચલાવી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે IPC 392, 170, 504 મુજબ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ રાજેશ ગૌસ્વામી નામના વ્યક્તિ દ્વારા નોંધાવવામાં આવી છે.