ગુજરાતના છેવાડાના લોકોની સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ થાય, તે માટે રાજ્ય સરકારે સેવાસેતુ કાર્યક્રમ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત નાગરિકોની રજૂઆતો અને પાયાની જરૂરિયાતોને સંતોષવા માટે ‘સરકાર આપને દ્વાર’ની નેમ સાથે તા. ૧૦નાં રોજ જામકંડોરણા તાલુકાના બાલાપર ગામે નવમાં તબક્કાના સેવાસેતુનું આયોજન કરાયું હતું.
આ સેવાસેતુ કાર્યક્રમ ધોરાજીના પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં તેમજ મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી કંચનબેન બગડાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ૨૭ ગામના લાભાર્થીઓને સરકારની ૫૬ જેટલી યોજનાઓ પૈકી જે સેવાની જરૂર હોય તે પૂરી પાડી તમામ અરજીઓનો સ્થળ ઉપર સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.
આ કાર્યકમનું સંકલન અને સંચાલન મામલતદારશ્રી સાંગાણીભાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાસ્કરભાઈ અને તાલુકાના વહીવટી અધિકારીઓએ કર્યું હતું. વિવિધ ગામોના સરપંચ, જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાનો તેમજ બહોળા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, તેમ યાદીમાં જણાવાયું છે.