Rajkot: આસોપાલવ હેવન એપાર્ટમેન્ટમા સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૭/૦૩/૨૦૨૪ ના રોજ આસોપાલવ હેવન, નાનામવા મેઇન રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, જેમાં અંદાજે ૧૦ થી ૧૫ રહેવાસીઓ જોડાયેલ.


આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ. વી. ખેર, ડે.ચીફ ફાયર ઓફીસર ઓફિસર શ્રી આર.એ.જોબણ, ફાયરમેન ઋતુરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.


આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા માટે સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *