રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા “અમૃત ભારત સ્ટેશન યોજના” અંતર્ગત 74 શાળાઓના વિદ્યાર્થીઓ માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 26મી ફેબ્રુઆરી, 2024ના રોજ “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભારતીય રેલવેના 554 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનો શિલાન્યાસ કરશે અને 1500 રોડ ઓવર બ્રિજ/અંડરપાસના અંદાજે રૂ. 41000 કરોડ ની લાગત ના કામોનું શિલાન્યાસ અને રાષ્ટ્ર ને અર્પણ કરશે.

આ પ્રસંગે, “અમૃત સ્ટેશન યોજના” હેઠળ, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ના રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, ઓખા, ખંભાળિયા, હાપા, કાનાલુસ, ભાટિયા, વાંકાનેર અને થાન અને પડધરી, વિવિધ 12 સ્ટેશનો પર કુલ 74 શાળાઓમાં ધોરણ 5 થી 12 વર્ગો ના વિદ્યાર્થીયો માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધાની થીમ “2047 નું વિકસિત અને ભારતીય રેલવે” હતી જેમાં કુલ 7945 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓના વિજેતાઓને 26મી ફેબ્રુઆરી, 2024ના રોજ રાજકોટ ડિવિઝનના સ્થળો/સ્ટેશનો પર આયોજિત થનારા સ્થાનિક કાર્યક્રમોમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *