રાજકોટમાં ટેટૂ આર્ટિસ્ટની અનોખી ભક્તિ જોવા મળી છે. જેમાં તેઓ ભગવાન ‘રામ’ના નામનું ટેટુ લોકોને ફ્રીમાં બનાવી આપે છે. મહત્વનું છે કે 22 જાન્યુઆરી સુધી તેઓ લોકોને ભગવાન રામના નામનું ટેટુ ફ્રી માં બનાવી આપશે.
હિન્દુ ધર્મમાં ૨૨ જાન્યુઆરી-2024નો દિવસ સુવર્ણ અક્ષરોમાં નોંધવામાં આવશે કારણ કે આ દિવસે વર્ષો પછી રામલલ્લા અયોધ્યામાં તેમના ભવ્ય રામ મંદિરમાં નિવાસ કરશે. શ્રી રામના અભિષેકની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે. ત્યારે રાજકોટ શહેરના ટેટુ આર્ટિસ્ટની અનોખી ભક્તિ જોવા મળી રહી છે. રાજકોટવાસીઓને મફતમાં ટેટુ બનાવી આપે છે.
શું કહ્યુ ટેટુ આર્ટિસ્ટે…
ટેટુ આર્ટિસ્ટ પ્રતીક કડવાતરે ‘ટોપ ગુજરાતી ન્યૂઝ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે શહેરના યાજ્ઞિક રોડ પર છેલ્લા 12 વર્ષથી ટેટુ સ્ટુડિયો ચલાવીએ છીએ ત્યારે મને એક વિચાર આવ્યો કે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ધામધૂમથી થનાર છે અને ત્યારે અમે રાજકોટવાસીઓને ‘રામ’ નામનું ટેટુ મફતમાં કરી દેવાની મેં મારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ મારફત જાહેરાત કરી છે અને આગામી તા.22 જાન્યુઆરી સુધી તમામને નિઃશુલ્ક ટેટુ કરી અપાશે અને 22 જાન્યુઆરી પછી જે કોઈ અમારા ટેટુ સ્ટુડિયો પર ટેટુ માટે આવશે તો તેને રૂા.500માં 2 ઇંચનું ટેટુ અમારા સ્ટુડિયોએથી કરી અપાશે.

ટેટુ કરાવવાની સૌથી વધુ મળી ડિમાન્ડ
પ્રતીક કડવાતરે વધુમાં જણાવ્યું હતું કે, આ જાહેરાત કર્યા પછી મફત ટેટુ કરાવવાની સૌથી વધુ ડિમાન્ડ મળી રહી છે અને અમારે બુકિંગ બંધ કરવા પડ્યા છે. રોજના 8થી 10 ટેટુ અમે ફ્રી માં કરી આપીએ છીએ. 22 જાન્યુઆરી સુધીમાં ટોટલ 150થી વધુ ટેટુ નિઃશુલ્ક થશે તેવી આશા વ્યક્ત કરી હતી. અયોધ્યા મંદિરના નિર્માણમાં અમોએ સેમ ટેટુ સ્ટુડિયોમાં 1 ઈંચ ટેટુના રૂા.600થી શરૂ થાય છે જે તા.22 સુધી તમામ લોકોને બે ઇંચનું ટેટુ ‘રામ’ લખેલું મફત કરી અપાશે.

ફ્રી ટેટુની જાહેરાત સાંભળી લોકોનો જોવા મળ્યો ધસારો
ફ્રી ટેટુની જાહેરાત સાંભળી લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. યોગદાન લોકાને ટેટુ કરીને આપી એ બરોબર થશે. ભગવાન રામના નામનું ટેટુ કરી અમો સેવાનું ભાથું બાંધીએ છીએ જેની લોકો પણ નોંધ લઈ રહ્યા છે.