Rajkot: શનિવાર-રવિવારની જાહેર રજાના દિવસે પણ રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખામાં કામગીરી રહેશે ચાલુ

શનિવાર-રવિવારની જાહેર રજાના દિવસે પણ રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખામાં કામગીરી ચાલુ રહેશે. નાગરિકો ટેક્સ ભરપાઈ કરવા સહિતની કામગીરી માટે ટેક્સ શાખાનો સંપર્ક કરી શકશે: ઝોન ઓફીસો, તમામ વોર્ડ ઓફીસો અને સિવિક સેન્ટરો ચાલુ રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખામાં આગામી તા.૦૯ માર્ચના રોજ શનિવારે અને ૧૦ માર્ચ, ૨૦૨૪ ના રોજ રવિવારે જાહેર રજાના દિવસે પણ કામગીરી ચાલુ રહેશે. નાગરિકો વેરો ભરપાઈ કરવા સહિતની ટેક્સ સંબંધિત અન્ય કામગીરી માટે ટેક્સ શાખાનો સંપર્ક કરી શકે છે.

ઉપરોક્ત વિષય અન્વયે વેરા-વસુલાત શાખા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની સઘન ટેક્સ રીકવરી ઝુંબેશ ચાલુ હોઇ, અરજદારોને વેરા-શાખાને લગત કામકાજમાં તથા વેરા ભરપાઇ કરવા સરળતા રહે તે હેતુથી, તા.૦૯/૦૩/૨૦૨૪ તથા તા.૧૦/૦૩/૨૦૨૪ના રોજ રજાઓના દિવસોમાં રીકવરી, એસેસમેન્ટ તથા વસુલાત સબંધિત કામગીરી માટે વેરા-વસુલાત શાખા ઝોન ઓફીસો, તમામ વોર્ડ ઓફીસો અને સિવિક સેન્ટરો ચાલુ રાખવા નાયબ મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા હુકમ કરવામાં આવેલ છે, તેમ આસિસ્ટન્ટ મેનેજર, ટેક્સ શાખાની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *