હોળી-ધુળેટીના પર્વની રાજકોટ સહિત રાજ્યભરમાં પરંપરાગત રીતે ઉજવણી માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઇ ચૂકી છે. અત્યારથી પાર્ટી પ્લોટમાં ડિજેના તાલે ઠુમકા લગાવવા માટે રાજકોટીયન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાર્ટી પ્લોટમાં રંગોત્સવની ઉજવણીનો ટ્રેન્ડ વધ્યો છે.
ઈવેન્ટ ઓર્ગેનાઈઝર મીલી ત્રિવેદી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે આ વર્ષે પાર્ટી પ્લોટમાં પરીવાર તેમજ મિત્રો સાથે ધૂળેટીની ઉજવણીનો ક્રેઝ વધ્યો છે. અમારૂ એવું માનવું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે પાર્ટી પ્લોટમાં હોળી સેલીબ્રેશન માટેની ઈન્કવાઈરી વધી છે. 25 માર્ચે ધુળેટીનો તહેવાર છે, ત્યારે અત્યારથી ઘણા બધા લોકોએ ઈવેન્ટના પાસ પરીવાર તેમજ મિત્રો માટે ખરીદી લીધા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ક્રાઉડ વધુ જોવા મળી શકે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ભારતનો પ્રિય તહેવાર જ્યાં દરેક વ્યક્તિ ખુલ્લા હાથે એકબીજાનું સ્વાગત કરે છે અને આકાશ રંગીન થઈ જાય છે તે રંગોનો તહેવાર છે…હોળી! રાજકોટમાં હોળી પાર્ટીઓનું આયોજન શહેરના દરેક ખૂણે બોલિવૂડના શ્રેષ્ઠ ગીત, હોળીના સેટઅપ અને અમર્યાદિત રંગો સાથે કરવામાં આવે છે. હોળીની પાર્ટીઓ હંમેશા હેડલાઇન્સમાં રહે છે કારણ કે રેન ડાન્સ અને હોળીના રંગો દરેક પાર્ટીના હીરો બની જાય છે. આ પાર્ટીઓ તમને ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતા રોકી શકશે નહીં.
રંગોત્સવની તડામાર તૈયારીઓ કરીને ઉત્સવપ્રેમી રાજકોટવાસીએ હોળી-ધુળેટીના ‘સ્પેશિયલ’ પ્લાન બનાવી રાખ્યા છે. શહેર તેમજ રાજ્યભરમાં ફાગણ મહિનામાં આવતા આ ધૂળેટીનો તહેવાર ઉત્સાહભેર ઊજવાય છે.
હોળી-ધુળેટીના પર્વની રાજકોટ સહિત રાજ્યભરમાં પરંપરાગત રીતે ઉજવણી માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઇ ચૂકી છે. ઉલ્લાસ અને રંગોના પર્વ હોળી-ધુળેટી માટે ધાણી-ખજૂર, હારડા, પૂજા સામગ્રી, ઠંડાઈની ધૂમ ખરીદી થઇ રહી છે. બજારમાં અવનવા રંગો પણ વેચાઈ રહ્યા છે. સંધ્યાકાળે હોળી પ્રગટાવીને શહેરીજનો પરિવારજનો માટે સુખ-શાંતિની પ્રાર્થના કરે છે અને રાતના સમયે ભોજન સાથે મીઠાઈ આરોગે છે અને બીજા દિવસે સવારે ધુળેટીની ધૂમ મચે છે તથા એકબીજાને શુભકામનાઓ પાઠવે છે.