રામ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે દેશભરમાંથી વિવિધ સામાન અયોધ્યા પહોંચવા લાગ્યો છે.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ દરમિયાન શુક્રવારે (19 જાન્યુઆરી) સાંજે રામ મંદિરને રોશની કરવામાં આવી હતી.
આ દરમિયાન મંદિરની આજુબાજુ અદ્દભુત રોશની કરવામાં આવી હતી. આ દ્રશ્ય કોઈ ચમત્કારથી ઓછું લાગતું નથી. ભવ્ય કાર્યક્રમ પહેલા આજે મંદિર તેમજ આસપાસના સ્થળોની સુંદરતા જોવા મળી રહી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે માહિતી આપી હતી કે રામ મૂર્તિએ 18 જાન્યુઆરીએ બપોરે 12.30 વાગ્યા પછી અયોધ્યામાં જન્મભૂમિ સ્થિત રામ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.