રાજકોટ શહેર જાણે રાજકોટ નહીં પરંતુ રામનગરી અયોધ્યા બની ગયું હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. એક તરફ રાજકોટવાસીઓ ભગવાન શ્રીરામની ભક્તિ કરી રહ્યા છે તો જાણે રાજમાર્ગો પર રહેલી દીવાલો રામના રંગે રંગાઈ ગઈ છે.

આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે સમગ્ર દેશમાં જય જય શ્રી રામનો નાદ અત્યારથી જ ગૂંજી રહ્યો છે. ત્યારે રંગીલુ રાજકોટ પણ રામ ભક્તિના રંગે રંગાયું છે.

રાજકોટ શહેર જાણે રાજકોટ નહીં પરંતુ રામનગરી અયોધ્યા બની ગયું હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. એક તરફ રાજકોટવાસીઓ ભગવાન શ્રીરામની ભક્તિ કરી રહ્યા છે તો જાણે રાજમાર્ગો પર રહેલી દીવાલો રામના રંગે રંગાઈ ગઈ છે. શહેરના હાર્દ સમા ગણાતા અને ટ્રાફિકથી સતત જનતા મહિલા અંડર બ્રિજ પાસેની દીવાલ પર વિશાળ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
ભગવાન શ્રીરામનું ચિત્ર તૈયાર કરનારા પેઇન્ટરનું કહેવું છે કે, તેમના માટે આ ખૂબ જ ખુશીની વાત છે કે તે ભગવાન શ્રીરામનું વિશાળ ચિત્ર તૈયાર કરી રહ્યા છે. તેમને થોડા દિવસ પહેલા પણ રાજકોટ શહેરના રાજમાર્ગો પર ભગવાન શ્રીરામનું વિશાળ ચિત્ર તૈયાર કર્યું હતું. જે રાજકોટવાસીઓ સાથે મહાનગરપાલિકાના સત્તાધીશોને પણ ખૂબ પસંદ આવ્યું હતું ત્યારે આ જ પેઇન્ટર પાસે વધુ એક ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું.