Ram Mandir: ભક્તો રામલલાના દર્શન ક્યારે અને કેવી રીતે કરી શકશે, પ્રવેશ મળશે આ રીતે

હવે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. ત્યારે હવે આગળ શું થશે? આપણે ક્યારે મંદિરના દર્શન કરી શકીશું? અહીં જાણો રામ મંદિર સંબંધિત પ્રશ્નોના જવાબ…

રામલલાનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ પૂર્ણ થયો છે. હવે સામાન્ય ભક્તો શ્રી રામના દર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો તમે રામ મંદિર જઈ રહ્યા છો, તો અહીં પૂજા, આરતીનો સમય, એન્ટ્રી પાસ કેવી રીતે મેળવવો અને રામલલા મંદિર સંબંધિત માહિતીની જાણકારી અહીં મેળવો.

અયોધ્યા રામ મંદિરમાં ભક્તોને 23 જાન્યુઆરી 2024થી પ્રવેશ આપવામાં આવશે. રામ મંદિર સવારે 7 થી 11:30 અને બપોરે 2 થી સાંજના 7 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિર વિશ્રામ માટે બંધ રહેશે. સાંજે 7 વાગ્યા પછી રામલલાના દર્શન થશે નહીં.

અયોધ્યા રામ મંદિરમાં ત્રણ વખત આરતી થશે. પ્રથમ આરતી સવારે 6:30 કલાકે થશે – શ્રૃંગાર આરતી, બીજી – બપોરે 12 વાગ્યે (ભોગ આરતી) અને ત્રીજી સાંજે 7:30 વાગ્યે (સંધ્યા આરતી). મંદિરમાં પ્રવેશ માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

રામ મંદિરની આરતીમાં હાજરી આપવા માટે, તમે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી ‘પાસ’ મેળવી શકો છો. આરતીમાં હાજરી આપવા માટે ‘પાસ’ ફરજિયાત રહેશે. આરતી શરૂ થવાના અડધા કલાક પહેલા પાસ મળી જશે. પાસ મેળવવા માટે તમારે સરકારી આઈડી પ્રૂફ સાથે રાખવાનું રહેશે.

મળતી માહિતી મુજબ પાસ ફ્રીમાં આપવામાં આવશે. એક સમયે માત્ર 30 લોકો જ આરતીમાં ભાગ લઈ શકે છે. બાદમાં આ સંખ્યા વધારવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *