રણબીર કપૂર ફરી એકવાર એનિમલ ફિલ્મ સાથે ધમાલ મચાવવા માટે તૈયાર છે. એનિમલનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ફિલ્મમાં એક્ટરનો લુક જોયા બાદ દરેક લોકો તેને અલગ લુકમાં જોવાની રાહ જોઈ રહ્યા છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત એનિમલ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ખાસ વાત એ છે કે એનિમલ યુએસમાં 30 નવેમ્બરે રિલીઝ થશે. અમેરિકામાં એનીમલને લઈને પહેલેથી જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.
ETimes ના અહેવાલ મુજબ એનિમલએ અમેરિકામાં સૌથી વધુ સ્ક્રીન પર રિલીઝ થયેલી ફિલ્મોમાંની એક છે. એનિમલ અમેરિકામાં 888 સ્ક્રીન્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ સંખ્યા પઠાણ, જવાન, જેલર અને ટાઈગર 3 કરતા પણ વધુ છે. રણબીરની બ્રહ્માસ્ત્ર પણ અમેરિકામાં 810 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી.
યુ.એસ.માં ટિકિટો વેચાઈ
એનિમલ 15 દિવસમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને વિદેશોમાં પણ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. યુએસએમાં 172 સ્થળોએ બુકિંગ શરૂ થઈ ગયું છે અને 340 થી વધુ શો થવાના છે. અહેવાલો અનુસાર લગભગ 1100 ટિકિટો વેચાઈ છે. જેના કારણે ફિલ્મે 16 લાખ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે.
રણબીર પ્રમોશનમાં વ્યસ્ત
રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના આ દિવસોમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન માટે રણબીર બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડની સેમિફાઇનલ મેચમાં પણ ગયો હતો. રણબીરના ફોટા અને વીડિયો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાંથી વાયરલ થયા હતા.