રાણપુર તાલુકામાં વરસાદ પડતા નાગનેશ ગામે ના ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન.
ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી સહાય ચૂકવવા મદદની કરી માંગ
રાણપુર તાલુકામાં સાર્વત્રિક વરસેલા કમોસમી વરસાદ માવઠાથી જગતના તાત મુકાયા હાલાકીમાં, ખેતરોના પાક 24 કલાક વિતવા છતાં હજુ પણ પાણીમાં ગરકાવ, કપાસના પાકને નુકસાન સાથે શિયાળુ પાકના તાજા વાવેતર કરાયેલ ઘઉં, જીરૂ, વરિયાળીને પાકને 50 થી 60 ટકા જેટલું મસમોટું જતા જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામના ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી સહાય ચૂકવવા મદદની કરી માંગ.
રાણપુર તાલુકામાં ગતરોજ તારીખ 26 નવેમ્બરના રોજ સાર્વત્રિક રીતે હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ કમોસમી વરસાદ સાથે માવઠું થયું હતું ચાલુ સિઝનમાં તાલુકામાં સૌથી વધુ વાવેતર થતાં કપાસના પાકમાં તો ખેડૂતોને ખૂબ જ નુકસાન વેઠવું પડયું હતું જ્યારે બચ્યો કૂચ્યો કપાસ પણ કમોસમી માવઠાથી બગડી જતા નુકસાન થવા પામ્યું છે તો કપાસનો પાક કાઢી ખેડૂતો દ્વારા કરાયેલ શિયાળુ પાકના વાવેતરમાં જીરૂ, વરિયાળી અને ઘઉં ના તાજા વાવેતરમાં હાલ જ પિયત કરી પાણી પાયું હોય ત્યારે આ કમોસમી વરસાદના માવઠાથી ઘઉંનો અને જીરા વરિયાળીનો તાજું વાવેતર કરાયેલ પાક 50 થી 60% ટકા નિષ્ફળ જતાં જગતના તાતની હાલત કફોડી થઈ છે, તો ખેતરોના ઉભા પાક 24 કલાક બાદ હજુ પણ પાણીમાં ગરકાવ છે, જેને લઈ રાણપુર તાલુકાના નાગનેશ ગામના ખેડૂતો દ્વારા સરકાર પાસે કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનું વહેલી તકે સર્વે કરવાની માંગ સાથે ખેડૂતોને યોગ્ય મહત્તમ સહાય ચૂકવી મદદે આવવા અરજ કરી રહ્યા છે.