જૂનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં જુનીયર ક્લાર્કનું રીશફલિંગ લિસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ ટ્વિટ કરી મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
જૂનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરી આજે એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. વિગતો મુજબ આજે જૂનિયર ક્લાર્કનું રિશફ્લિંગ લિસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેઈટિંગ લિસ્ટ મંડળની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવ્યું હોવાની જાણકારી હસમુખ પટેલે આપી છે.
ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, જુનિયર ક્લાર્ક નું રીશફલિંગ લિસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ (વેઇટિંગ લિસ્ટ) મંડળ ની વેબસાઇટ ઉપર મુકેલ છે.