રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી હોય તેવા અવાર નવાર કિસ્સાઓ સામે આવી રહી છે. પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે પણ બેફામ ક્રાઈમના બનાવો બની રહ્યાં છે. અમદાવાદના બોપલમાં લૂંટ વિથ ગેંગ રેપનો બનાવ સામે આવ્યો છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં નવા બની રહેલા ફ્લેટમાં એક મહિલા પર ચાર નરાધમ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. અત્રે જણાવીએ કે, જ્યાં ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલા પર દુષ્કર્મ આચાર્યુની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. તેમજ એક લાખ રૂપિયાની લૂંટ ચલાવી મહિલાને બંધક બનાવી ગેંગરેપ ગુજાર્યોના મામલો પોલીસ સુધી પહોચ્યો છે.
જે સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને સાબરકાંઠા એલસીબીએ શકમંદોની અટકાયત કરી છે, તેમજ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. નબળી માનસિકવૃત્તિ ધરાવતા શખ્સો ગુના કરતા જરા પણ ખચકાતા ન હોય તે આ ઘટના પરથી જાણવા મળી રહ્યું છે. જો કે, આ સમગ્ર બનાવને લઈ પોલીસે પણ તપાસનો આકરો ધમધમાટ શરૂ કરી દીધો છે.