રશિયન આર્મીમાં સહાયક તરીકે ભરતી થયેલા ભારતીયોને હવે મુક્ત કરવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતે આ અંગે રશિયન અધિકારીઓ સાથે વાત કરી હતી અને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા ભારતીયોને મુક્ત કરવાની માંગ કરી હતી. આ માંગને પગલે ઘણા ભારતીયો ત્યાંથી પરત ફર્યા છે.
રશિયન આર્મીમાં સહાયક તરીકે ભરતી થયેલા ભારતીયોને હવે મુક્ત કરવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતે આ અંગે રશિયન અધિકારીઓ સાથે વાત કરી હતી અને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા ભારતીયોને મુક્ત કરવાની માંગ કરી હતી. આ માંગને પગલે ઘણા ભારતીયો ત્યાંથી પરત ફર્યા છે. ઘણા ભારતીયોને ત્યાંથી રજા આપવામાં આવી છે.
કેટલાય ભારતીયોને છૂટ્ટી અપાઈ
એવું પણ કહેવામાં આવ્યું છે કે વિદેશ મંત્રાલય આને પ્રાથમિકતા તરીકે લઈ રહ્યું છે અને આ મામલે રશિયન અધિકારીઓ સાથે સતત ચર્ચા કરવામાં આવી રહી છે. આ સંદર્ભે સત્તાવાળાઓના ધ્યાન પર જે પણ બાબત લાવવામાં આવી હતી, રશિયામાં ભારતીય દૂતાવાસે તેને ત્યાંના સંબંધિત વિભાગો સાથે ઉઠાવી છે અને કેટલીક બાબતો દિલ્હીમાં રશિયાના દૂતાવાસ સાથે પણ ઉઠાવવામાં આવી છે. જેના કારણે ઘણા ભારતીયોને ત્યાંથી રજા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે માહિતી આપી છે.
વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સાવધાન કર્યા
ભારતીય વિદેશ મંત્રાલયે ફરીથી ભારતીય નાગરિકોને રશિયા-યુક્રેન યુદ્ધથી દૂર રહેવાની ચેતવણી આપી છે. મંત્રાલયે મીડિયામાં પ્રકાશિત એવા અહેવાલોની પુષ્ટિ કરી હતી કે રશિયા દ્વારા કેટલાક ભારતીયોને સહાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ વિદેશ મંત્રાલયે એ વાતની પુષ્ટિ કરી નથી કે તેમને તેમની ઈચ્છા વિરુદ્ધ યુદ્ધના મેદાનમાં લઈ જવામાં આવ્યા છે કે નહીં. પ્રવક્તા જયસ્વાલે આ અંગેના મીડિયા અહેવાલોને ખોટા ગણાવ્યા છે.