રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ શિવ શકિત કોલોનીમાં કળશ યાત્રાનું રંગોળી તેમજ ફટાકડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. શિવશકિત યુવા ગ્રુપના કાર્યકરો તેમજ લતાવાસીઓ ઉમટી પડયા હતા.
જય શ્રીરામના નામ ગુંજી ઉઠયા હતા. કુંવારી દીકરીઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા બહેનો દ્વારા રાસ ગરબા સાથે રામેશ્વર મહાદેવના મંદિરે કળશ યાત્રા પુરી કરી હતી.
શિવ શક્તિ યુવા ગૃપ અયોજીત કળશ યાત્રામા ચાંવ પરીવારની દિકરી માનશ્રી અને ધ્યાનમે ભગવાન રામનો વેશ ધરણ કર્યો હતો. આ સાથે જ શિવશક્તિ મહિલા મંડળ દ્વારા રામ નામનો સત્સંગ કરી ભક્તોને આનંદ કરાવ્યો હતો.
યુનિવર્સિટી રોડ પર આવેલ શિવ શકિત કોલોનીમાં શિવ શક્તિ યુવા ગ્રુપ દ્વારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિવ શકિત કોલોનીમે ફૂલોથી શણગાર અને દીકરીઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા. તેમજ રામેશ્વર મંદિરે કળશ યાત્રાનું જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.