અત્યાર સુધીમાં સંસદમાંથી 92 સાંસદો સસ્પેન્ડ, રાજ્યસભામાંથી પણ વિપક્ષના 34 સાંસદો સસ્પેન્ડ

લોકસભાના સાંસદો બાદ સોમવારે સંસદના શિયાળુ સત્રમાં રાજ્યસભાના સભ્યો સામે કાર્યવાહી ચાલુ રહી. સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાના આરોપમાં 45 વિપક્ષી સાંસદોને બાકીના સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

લોકસભાના સાંસદો બાદ સોમવારે સંસદના શિયાળુ સત્રમાં રાજ્યસભાના સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાના આરોપમાં 45 વિપક્ષી સાંસદોને બાકીના સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના જયરામ રમેશ રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલ સહિત અનેક વરિષ્ઠ રાજ્યસભા સાંસદોનો સમાવેશ થાય છે.

સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલ સહિત અનેક વરિષ્ઠ રાજ્યસભા સાંસદોનો સમાવેશ થાય છે. આ પહેલા 33 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, સૌગત રોય સહિત 33 સભ્યોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભાના 92 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્યસભાના આ સાંસદોને કરાયા સસ્પેન્ડ

રાજ્યસભાના જે સાંસદોને બાકીના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં પ્રમોદ તિવારી, જયરામ રમેશ, ડૉ. અમી યાજ્ઞિક, નારણભાઈ જે. રાઠવા, સૈયદ નાસિર હુસૈન, ફૂલો દેવી નેતામ, શક્તિ સિંહ ગોહિલ, કેસી વેણુગોપાલ, રજની અશોકરાવ પાટીલ, રંજીતા રંજન, ઈમરાન પ્રતાપગઢી, રણદીપ સિંહ સુરજેવાલા, સુખેન્દુ શેખર રે, મોહમ્મદ નદીમુલ હક.

આ પક્ષોના સાંસદોને કરાયા સસ્પેન્ડ

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, ડીએમકે સાંસદ ટી.આર. બાલુ, દયાનિધિ મારન અને તૃણમૂલ કોંગ્રેસના સૌગત રોય સહિત 33 વિપક્ષી સભ્યોને સોમવારે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *