ધનતેરસના દિવસનું અનોખુ મહત્વ હોય છે ત્યારે આજના દિવસે ખરીદીનું પણ એક વિશેષ મહત્વ છે. આ દિવસે અશુભ વસ્તુઓ ખરીદવાથી કેટલાક નુકસાન થઈ શકે છે. આ કારણોસર ધનતેરસ પર ખરીદી કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ વાત ધ્યાનમાં ન રાખો કો ગરીબી આવી શકે છે.
પ્લાસ્ટિકની વસ્તુ- ધનતેરસ પર પ્લાસ્ટિક અને કાચની વસ્તુઓ ના ખરીદવી. આ વસ્તુનો રાહુ સાથે સંબંધ છે. ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
લોખંડની વસ્તુ- ધનતેરસના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ જેવી કે તવો તથા અન્ય કોઈ વસ્તુ ના ખરીદવી. માનવામાં આવે છે કે, ધનતેરસના શુભ દિવસે ઘરમાં લોખંડની વસ્તુઓ લાવવાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે. ધનતેરસના દિવસે એલ્યુમિનિયમના વાસણ પણ ના ખરીદવા.
સોના-ચાંદીની વસ્તુ- ધનતેરસના દિવસે સોના-ચાંદી જેવી શુભ ધાતુઓની ખરીદવામાં આવે છે. આ શુભ દિવસે આર્ટિફિશિયલ જ્વેલરી ના ખરીદવી જોઈએ, જેના કારણે વ્યક્તિની પ્રગતિ અટકી જાય છે.
નવા કપડાંની વસ્તુ- ધનતેરસ પર લોકો નવા કપડાં પણ ખરીદે છે. આ દિવસે કાળા કપડા બિલકુલ ન ખરીદવા. પીળો, લાલ, લીલો, નારંગી, ગુલાબી તથા અન્ય શુભ રંગના કપડાં ખરીદ વા વધુ યોગ્ય રહેશે.