શેરબજાર ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું, NSE નિફ્ટી લાઈફટાઈમ હાઈ સ્તર પર પહોંચ્યું

શેરબજાર ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે અને BSE સેંસેક્સ પ્રથમવાર 73 હજારને પાર પહોંચી ગયું છે. NSE નિફ્ટી લાઈફટાઈમ હાઈ અને 22,000ના લેવલને પાર કરી કરી ગયું છે. શેરબજારે રેકોર્ડબ્રેક ઓપનિંગ કરી છે. 

શેરબજારમાં BSE સેંસેક્સ 481.41 પોઈન્ટ (0.66 ટકાનો વધારો)નો વધારો થતા  73,049 લેવલ પર ખુલ્યો છે. NSE નિફ્ટી 158.60 પોઈન્ટ (0.72 ટકાનો વધારો)ના વધારાની સાથે 22,053 પોઈન્ટ પર ખુલ્યો છે. 

BSE સેંસેક્સનો આજનો ઈંટ્રાડે હાઈ 73,257.15 લેવલ પર છે. NSE નિફ્ટી ઓલટાઈમ હાઈ સ્તર 22,081.95 પર પહોંચી ગયું છે. BSE પર કુલ 3155 શેર ટ્રેડ કરી રહ્યા છે અને તેમાં 2,282 શેર તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. અને 765 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. 108 શેરમાં કોઈ ફેરફાર થયો નથી. 

માર્કેટના પ્રી ઓપનિંગમાં BSE સેંસેક્સમાં 504.21નો ઉછાળો આવતા 73072ના સ્તર પર પહોંચી ગયું છે. NSE નિફ્ટીમાં 196.90 પોઈન્ટનો વધારો થતા 22091ના સ્તર પર પહોંચી ગયું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *