મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ મુકામે તા-27/02/2024 ના રોજ એમ. એ સેમ 4 ના વિધાર્થીઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિશ્રી નિલાંબરીબેન દ્વારા આ કાર્યક્રમ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ખાસ શહેર અગ્રણી અનુપમભાઈ દોશી હાજર રહીને વિદ્યાર્થીઓ ને બિરદાવ્યા.
ભવન અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ દ્વારા શરૂઆતમાં રક્તદાન કરવામાં આવેલ જેથી વિદ્યાર્થીઓ ને રક્તદાન કરવાની પ્રેરણા મળી.
તેમાં યુનિવર્સિટીના વિવિધ ભવનોના વિધાર્થીઓ, રાજકોટની અલગ અલગ કોલેજના વિધાર્થીઓ અને લોક યુવાઓ આ શિબિરમાં આવીને રક્તદાન કર્યું હતું. સાથે સાથે વિધાર્થીઓને પ્રોત્સાહન મળી રહે એ હેતુએ ભવનના અધ્યાપકો ડૉ. ધારા દોશી, પ્રશાંત ધામેલ, ડો. શ્રેયા વસાવડા એ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા હતા.
મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન યુનિવર્સિટી કેમ્પસમાં પહેલું એવું ભવન છે કે જેમાં વિધાર્થીઓએ પોતાની વિદાય વખતે સમાજ ઉપયોગી બની રહે તે હેતુથી આ રક્તદાન શિબિરનું આયોજન કર્યું. સાથે સાથે અન્ય ભવનના વિધાર્થીઓ પણ રક્તદાન શિબિરમાં જોડાયા અને રક્તદાન કર્યું હતું.