રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ખાતે યોજાયો ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમ

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રેસકોર્ષ ખાતે ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ ધોરાજીના ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયા તથા ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો. 

‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમના શુભારંભ વેળાએ ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયાએ કહ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સતત કાર્યરત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોકો યોગ કરતા થાય, યોગ અંગેની જાગૃતિ કેળવાય, લોકો નિરોગી રહે અને દરેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વર્ષ ૨૦૨૪ના પ્રથમ દિવસે ગુજરાતમાં ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ કાર્યક્રમમાં આત્મીય વેલનેસ સેન્ટરના બાળકોએ યોગ નિદર્શન આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, અગ્રણી શ્રી લીલુબેન જાદવ, શ્રી મનીષભાઈ રાડીયા, જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી, મહાનગરપાલીકાના નાયબ કમિશનર શ્રી અનિલ ધામેલીયા, આસિ. કલેકટર શ્રી નેહા ચૌધરી સહિત યોગ અભ્યાસુઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *