ICC દ્વારા મેન્સ T20 વર્લ્ડ કપનું શેડ્યૂલની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટુર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાના 9 શહેરોમાં રમાશે. આગામી એટલે કે 1 થી 29 જૂન દરમિયાન મેચ યોજાશે.
T20 વર્લ્ડ કપ 2024માં ક્વોલીફાય કરનારી ટીમ

ભારત અને પાકિસ્તાન એક ગ્રુપમાં
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. બંને વચ્ચે ગ્રુપ સ્ટેજની મેચ 9 જૂને ન્યૂયોર્કમાં રમાવા જશે. ફાઈનલ મેચ 29 જૂને વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસ શહેરમાં રમાશે.
T-20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત 20 ટીમ
T-20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત 20 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉની બે સંસ્કરણમાં દરેકમાં 16 ટીમ હતી. ઈંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જ્યારે ભારત વર્ષ 2007માં ટૂર્નામેન્ટનું ટાઈટલ જીતી ચૂક્યું છે.
કેનેડા અને અમેરિકા વચ્ચે ઓપનિંગ મેચ
ટુર્નામેન્ટની શરૂઆતની મેચ કેનેડા અને અમેરિકા વચ્ચે રમાશે. આ મેચ 1 જૂને ન્યૂયોર્કમાં જ રમાશે. સેમિફાઇનલ પહેલા કુલ 52 મેચો રમાશે. જેમાં ગ્રુપ સ્ટેજની 40 મેચ અને સુપર-8 સ્ટેજની 12 મેચો સામેલ છે.
પ્રથમ સેમિફાઇનલ 26 જૂને ગયાનામાં અને બીજી સેમિફાઇનલ 27 જૂને ત્રિનિદાદમાં રમાશે. ફાઈનલ મેચ 29 જૂને બારબાડોસમાં રમાશે. ટૂર્નામેન્ટમાં 20 ટીમો વચ્ચે 29 દિવસ સુધી કુલ 55 મેચો રમાશે, જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત બનશે.