તેલંગાણાના સિકંદરાબાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં એક ઘટના ધટી હતી. જેમાં એક છોકરી લાઈટના થાંભલા પર ચઢી ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે આજે પ્રધાનમંક્ષી નરેન્દ્ર મોદીની તેલંગાણાના સિકંદરાબાદમાં જાહેર સભાઈ યોજાઈ હતી. જેમાં એક છોકરી લાઈટના થાંભલા પર ચડી ગઈ હતી. મહત્વનું છે કે પીએમ નરેન્દ્ર મોદી સ્ટેજ પરથી સભાને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન આ યુવતી સભામાં લાઇટ માટે લગાવવામાં આવેલા થાંભલા પર ચઢી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે યુવતી તેની કોઈ સમસ્યાના ઉકેલ માટે વહિવટી તંત્રનું ધ્યાન દોરવા માગતી હતી. છોકરીને લાઈટના થાંભલા પર ચઢેલી જોઈને પોલીસ-પ્રશાસનમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચિંતાતુર બન્યાં હતા અને તેમણે બૂમો પાડી પાડીને તેને નીચે ઉતરવાની વારંવાર વિનંતી કરી હતી. અને ત્યારબાદ તે માની ગઈ હતી અને નીચે ઉતરી ગઈ હતી. પરંતુ જેટલી વાર તે ઉપર રહી તેટલી વાર પીએમ મોદી સહિત પ્રશાસનનો જીવ અધ્ધર થઈ ગયો હતો.