રાણપુર દરબાર સમાજ ના તોગાજી વરીના દસમી પેઢીના વારસદાર મયુરસિંહ રેમતુભા પરમાર નું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું
રાણપુર દરબાર સમાજ કોમ્યુનિટી હોલ ખાતે આજરોજ તોગાજી દરબાર વરી માંથી આવતા ઠાકોર સાહેબ આલમભાઈ પરમાર ના સીધી લીટીના વારસદાર યુવરાજ તરીકે રણજીતસિંહજી બિસુભા પરમાર હાલ રાણપુર માં હયાત છે જેમની સહમતી થી તેમજ રાજવી કુટુંબ આલમભાઈ પરમાર ના રાજવી વંશજ ની સહમતી થી તેમજ રાણપુર ગરાસિયા સમાજ અને વડીલો ની સહમતી થી તારીખ ૨૬/૧૧/૨૦૨૩ ને રવિવાર નાં રોજ રાણપુર ખાતે આલમભાઈ પરમાર જે મુળ પુરુષ હતા જેમના રાજવી વંશવેલા માંથી (કુંવર પ્રતિનિધિ) તરીકે મયુરસિંહ રેમતુભા પરમાર ને નિમણુક કરવામાં આવેલ ગરાસીયા સમાજના આગેવાનો તેમજ સમાજના વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કુંવર પ્રતિનિધિ તરીકે આવતા મયુરસિંહ રેમતુભા પરમારનું ફુલહાર તેમજ મીઠું મોઢું કરી સન્માનિત કરવામાં આવ્યા હતા