વર્લ્ડ કપ 2023માં ત્રીજો મોટો અપસેટ, અફઘાનીસ્તાને શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

ICC વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાને પોતાની રમતથી બધાને દિવાના બનાવી દીધા છે. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપમાં ત્રીજો મોટો અપસેટ સર્જ્યો છે. અફઘાનિસ્તાને પુણેમાં શ્રીલંકાને 7 વિકેટે શાનદાર રીતે પ્રદર્શન કરી હરાવ્યુ હતુ.અઝમતુલ્લા ઉમરઝાઈએ ​​શાનદાર બેટિંગ કરી અને 73 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ICC વર્લ્ડ કપ 2023 ઘણા અપસેટ સર્જાયા છે. જેમાં મોટા ભાગના અપસેટ અફઘાનિસ્તાનની ટીમના નામે રહ્યા છે. અફઘાનીસ્તાનની ટીમે પોતાની રમતથી બધાને દિવાના બનાવી દીધા છે. અફઘાનિસ્તાને ડિફેન્ડીંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપમાં ત્રીજો મોટો અપસેટ સર્જ્યો છે. અફઘાનિસ્તાને પુણેમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવી દિધુ છે. અને ક્રિકેટ જગતમાં એક ચર્ચા શરૂ કરાવી દિધી છે. અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​શાનદાર બેટિંગ કરી અને 73 રનની અણનમ ઇનિંગ રમી હતી, જ્યારે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી પણ 58 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

અફઘાનિસ્તાને વધુ એક મોટો અપસેટ સર્જ્યો

242 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમની શરૂઆત સારી રહી ન હતી. મધુશંકાએ ખાતું ખોલાવ્યા વિના ગુરબાઝને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જો કે આ પછી ઈબ્રાહિમ જાદરાને રહમત શાહ સાથે મળીને બીજી વિકેટ માટે 73 રનની પાર્ટનરશીપ કરી હતી. ઈબ્રાહિમ 39 રન બનાવીને આઉટ થયો હતો. રહમત શાહે એક છેડે ઊભા રહીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. રહમતે ત્રીજી વિકેટ માટે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી સાથે અડધી સદીની ભાગીદારી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *