જમ્મુ અને કાશ્મીર પોલીસે રવિવારે બારામુલા જિલ્લામાંથી, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ સુત્રધારોની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી હથિયારો, દારૂગોળો અને અન્ય વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,” ઝુલા ફૂટ બ્રિજ પાસે કલગાઈ ખાતે, 13 શીખલી, 185 બીએસએફ અને બારામુલા જિલ્લા પોલીસની ટીમ સાથે, સંયુક્ત નાકા ચેકિંગ દરમિયાન બે આતંકવાદી સહયોગીઓને, રોકવામાં આવ્યા હતા. તેમની તલાશી લેતા, બંને પાસેથી ત્રણ ચાઈનીઝ ગ્રેનેડ અને 2.5 લાખની રોકડ મળી આવી હતી. ધરપકડ કરાયેલા સહયોગીઓની ઓળખ, ઝમીર અહેમદ ખાંડે અને મોહમ્મદ નસીમ ખાંડે તરીકે થઈ છે.”
પોલીસ પૂછપરછ દરમિયાન, બંનેએ જણાવ્યું હતું કે,” આ ગેરકાયદેસર રીતે મેળવેલા હેન્ડ ગ્રેનેડ અને રોકડ તેમને, મદિયાન કમલકોટના રહેવાસી મંજૂર અહેમદ ભટ્ટ એ, પ્રદાન કર્યા હતા. જેથી તેઓ આતંકવાદી ઘટનાને અંજામ આપી શકે.” આ પછી પોલીસે મંજૂર અહેમદ ભટ્ટની પણ, ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન, ભટ્ટે જણાવ્યું હતું કે,” તેણે આતંકવાદી કૃત્યને અંજામ આપવા માટે આ બે વ્યક્તિઓને, ગેરકાયદેસર રીતે મેળવેલા ગ્રેનેડ અને રોકડ સપ્લાય કર્યા હતા. પોલીસે તેની પાસેથી ચાઈનીઝ હેન્ડ ગ્રેનેડ અને 2.17 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.”