કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે સોશિયલ મીડિયા એક્સ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા લખ્યું કે, આજનો દિવસ ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું કે, ઘરેલુ વિમાની મુસાફરોની સંખ્યામાં રેકોર્ડ બનાવવાની સાથે સાથે ઉડ્ડયન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં પણ નવો રેકોર્ડ હાંસલ કર્યો છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ લખ્યું કે, દૈનિક 4.63 લાખ સ્થાનિક મુસાફરોને વહન કરવાના માઇલસ્ટોન પર પહોંચ્યા પછી, સેક્ટરે 1 લાખથી વધુ દૈનિક આંતરરાષ્ટ્રીય મુસાફરોને વહન કરવાનો બીજો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તેમણે એમ પણ લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે આ ક્ષેત્રને સફળતાની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ.