ઝારખંડમા મોટી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં અફવાના કારણે કુદી પડેલા 12 યાત્રીઓ પર બીજી ટ્રેન ફરી વળી હતી. જેના કારણે 12 યાત્રીઓ કચડાયા હતા. જેમાં 2 લોકોના મોત થયા છે.
મળતી માહિતી પ્રમાણે બુધવારે રાત્રે ઝારખંડના જામતાડામાં એક ગમખ્વાર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જામતાડાના કાલઝારિયા પાસે ટ્રેનની અડફેટે 12 લોકો આવી ગયા હતા. કેટલાક લોકો ઘાયલ પણ થયાં છે. આ તમામ પ્રવાસીઓ ટ્રેનમાં જ મુસાફરી કરી રહ્યાં હતા પરંતુ આગ લાગવાની અફવા ફેલાતાં ટ્રેનમાંથી કૂદી પડ્યાં હતા અને આ દરમિયાન સામેથી આવતી ટ્રેનને ચપેટમાં આવતાં કચડાઈ ગયાં હતા તથા ઘણા ઘાયલ પણ થયાં હતા.
ઝારખંડના જામતાડાના કલઝારિયા પાસે ડાઉન લાઈનમાં બેંગ્લુરુ યશવંતપુર દોડી રહી હતી આ દરમિયાન પાટાના કિનારે નાખવામાં આવેલી માટીમાં ધૂમાડો દેખાતાં ડ્રાઈવરને આગની શંકા પડી જેની અફવા ગાડીમાં ફેલાતાં પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો અને કેટલાક નીચે કૂદી પડ્યાં હતા.