રાજકોટના કુવાડવા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજા પહોચી છે. હાલ તો ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
રાજકોટના કુવાડવા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની વાત કરીએ તો રીક્ષા રોંગ સાઈડમાં ક્રોસ કરતા અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે રીક્ષાને ઠોકર મારી હતી. ઠોકરના કારણે રીક્ષામાં બેઠેલા લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા. તેમજ 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઘટના બાદ સ્થળ પર 108 અને પોલીસ પહોંચી હતી. સ્થાનિકોએ બન્ને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ સમયે ગ્રીનલેન્ડ ચોકડી નજીક નવાગામ જવાના રસ્તા ઉપર જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે પુરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પર ચાલકે રિક્ષાને પાછળથી ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રવિણભાઈ ગરસોંદીયા અને તેના પુત્ર મયંકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર મુસાફરોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે કુવાડવા રોડ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવ અંગે જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસ માથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જરૂરી કાર્યવાહી કરી મૃતક પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.