વિકસિત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ પરિભ્રમણ કરીને છેવાડાના માનવી સુધી યોજનાના લાભો પહોચાડી રહ્યો છે ત્યારે માંડવી તાલુકાના મોરીઠા ગામના યુવા ખેડૂત અને પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી શ્રી અરવિંદભાઈ ચૌધરી જણાવે છે કે, ખેડૂત લાભાર્થી તરીકે મને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજન હેઠળ મારા ખાતામાં વાર્ષિક રૂ. 6,000ની સહાય મળી રહી છે. જે રકમ થકી હું ખાતર, દવા બિયારણ ખરીદી ખેતી કામના ઉપયોગમાં લઉં છું. આ સહાય આપીને ખેડૂતની દરકાર કરવા બદલ સરકારનો આભાર માનું છું. તેમણે કહ્યું કે, ત્રણ હપ્તામાં મળતી સન્માન નિધિની સહાય ખેતીને સમૃદ્ધ કરવામાં ઉપયોગી બની રહી છે. ખેડૂતોની આવક વધારવા તેમજ બિયારણ અને દવાઓની ખરીદી જેવી આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ યોજના થકી ખેડૂતના કુટુંબને મળતા રૂ.છ હજાર ખૂબ સહાયરૂપ થાય છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મને વાર્ષિક રૂ. 6,000 ની સહાય મળી રહી છે: ખાતર, દવા બિયારણ ખરીદીમાં આ રકમ ઉપયોગી બને છે: અરવિંદભાઈ ચૌધરી, ખેડૂત
